MatterMngt
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us
 

About Us

     અમો બત્રીસી જૈન સમાજના, સમાજ ક્ષેત્રે કાર્યરત વોલીયન્ટર્સોના સમાજના લોકોના ઉત્થાન કાજે તથા જૈન સમુદાય અને સમગ્ર માનવજાત માટે શક્ય બને તેવા સદ્દ્કાર્યો કરવાની ઈચ્છા સાથે સૌનો અનુભવ, ઐક્ય. કૌશલ્ય, ક્ષમતા, ધગસ, યથા શક્તિ તન અને ધન તથા પૂર્ણ મન  ભેગા મેળવી પ્રથમ તબ્બકે બત્રીસી જૈન સમાજના લોકોને પરસ્પર જોડવા, નવી યુવા પેઠીને સમાજના સાંસ્કૃતિક- સામાજિક રીત- રીવાજ, પરંપરા અને વારસાથી જ્ઞાત બનાવવા સારું કરવી પડતી વિવિધ પ્રવૃતિઓ કરવાના ઈરાદા સાથે તથા ૨૧મી સદીને અનુરૂપ ટેકનોલોજીના ઉપયોગથી બત્રીસી જૈન સમાજના પ્રગતિલક્ષી કાર્યો દ્વારા બત્રીસી જૈન સમાજને એક નવી ઉંચાઈએ “ગ્રેટર બત્રીસી જૈન સમાજ” સ્વરૂપે પ્રસ્થાપિત કરવાનો પુરુષાર્થ કરવા કાજે એકઠા થયેલ સમાજ કાર્યકરો છીએ.

 

     સમાજના ઉદારદિલ દાનવીરોના ખૂલ્લાં મને જરૂરી તમામ નાણાંકીય સહાયથી પ્રોત્સાહિત બનેલ  તેજીલા પાણીદાર અશ્વો સમાન શક્તિ ધરાવતા યુવાનો, પરિવાર- કારોબારની સાથે સમાજ ક્ષેત્રે પોતાની મહતમ શક્તિઓનો સદ્વ્યય કરનાર અનુભવી યુવા-પ્રૌઢ પેઢી અને સમાજ જીવનના અનુભવોથી પરિચિત એવા સક્ષમ લોકોના વિચાર, દૂરંદેશીતા અને દોરવણી વડે અનેકવિધ સત્કાર્યો કરવાની પ્રબળ નેમથી “ગ્રેટર બત્રીસી જૈન કલ્ચરલ અને સાંસ્કૃતિક ટ્રસ્ટના નેજા હેઠળ એકત્ર થયેલ અનેકવિધ ક્ષમતાઓથી સબળ વોલીયન્ટર્સોની વિશાલ ટીમ પૂર્ણ અને સમતોલ વિકસિત સમાજ રચના કરવા હેતુથી કાર્યરત છે. .  

 

     છેલ્લાં એક વર્ષથી બત્રીસી જૈન સોશ્યલ ગ્રુપ નામથી સંગઠિત બની 32C વોલીયન્ટર્સ ટીમ સમાજના દરેક વયના જૂથોને સ્પર્શતી ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક, મનોરંજન, રમત-ગમત સહિતની વિવિધ પ્રવૃતિઓના સફળ આયોજનો પાર પાડી નવી દિશા, નવી ઊચાઇ અને નવી ક્ષિતિજો સર કરવા પ્રયાસશીલ છે. બત્રીસી જૈન સમાજના સૌ પરિજનોને પોતાના મનગમતા ક્ષેત્રોમાં અવલ્લ સ્થાન સુનિશ્ચિત કરી શકે, પ્રત્યેક પરિજન પોતાની ક્ષમતા અને રૂચી અનુસારના શિક્ષણ, કારકિર્દી પ્રાપ્ત કરી શકે તથા સમાજના સભ્યોના સ્વસ્થ સ્વાસ્થ્ય કાળજી રાખવામાં કોઈ ઉણપ, મુંજવણથી  રૂકાવટ ના સર્જાય અને જરૂર પડે તેના જીવનના માઠા સમયે સહયોગી બની શકે તેવી યોજનાઓ ઘડવા સને તેને સફળ રીતે અમલમાં મુકવાના ધ્યેય સાથે કદમ થી કદમ મિલાવી રહેલ છે.